નવાઝનું પાકિસ્તાન પરત ફરવાનું નક્કી:લંડનથી સેના સાથે ગુપ્ત વાતચીત, જાન્યુઆરીમાં પરત ફર્યા બાદ થોડા દિવસ જેલમાં રહેશે, પછી નવાઝ PM બની શકે છે

નવાઝનું પાકિસ્તાન પરત ફરવાનું નક્કી:લંડનથી સેના સાથે ગુપ્ત વાતચીત, જાન્યુઆરીમાં પરત ફર્યા બાદ થોડા દિવસ જેલમાં રહેશે, પછી નવાઝ PM બની શકે છે

પાકિસ્તાનના રાજકારણમાં ફરી એક વખત મોટો બદલાવ થવાની સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે. મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ નવેમ્બર 2019થી લંડનમાં રહે છે અને નવા વર્ષ 2022ના પહેલા મહિનામાં જ દેશમાં પરત ફરી રહ્યા છે. સૈન્યના સમર્થન વિના પાકિસ્તાનમાં સત્તા પર રહેવું કોઈપણ સરકાર માટે અશક્ય છે.

સેનાએ પરિવર્તનના નામે ઈમરાનને સત્તામાં લાવ્યા, પરંતુ તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. દેશમાં તેમની સામે વિરોધ થયો છે. ઈમરાનની હરકતોથી સેનાને પણ નુકસાન થઈ રહ્યું હતું, તેથી એક વચ્ચેનો માર્ગ શોધી કાઢવામાં આવ્યો છે. ત્રણ વર્ષથી મૌન રહેલું પાકિસ્તાનનું મુખ્ય મીડિયા હવે ખુલ્લેઆમ નવાઝની વાપસી અને ઈમરાનના દિવસના સમાચાર આપી રહ્યું છે. ચાલો, આ સમગ્ર મામલાના મૂળ સુધી જઈએ.

3 મહિનાથી કવાયત ચાલુ છે
સૌથી પહેલા જાણીએ કે નવાઝનો ઉલ્લેખ અચાનક કેમ થયો? 3 દિવસ પહેલાં પાકિસ્તાનના મોટા અને ગંભીર પત્રકાર સલીમ સફીએ એક ટ્વીટ કર્યું હતું. કહ્યું- જાન્યુઆરી 2022માં નવાઝ પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. દેશની રાજનીતિમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. બધાએ આ ટ્વીટને ગંભીરતાથી લીધું, કારણ કે પરિસ્થિતિ પણ આ તરફ ઈશારો કરી રહી હતી. પાછળથી અન્ય વરિષ્ઠ પત્રકાર નજમ સેઠીએ કહ્યું- સલીમ સાફી બિલકુલ સાચા છે. નવાઝના દેશમાં પાછા ફરવાની સ્ક્રિપ્ટ પર ત્રણ મહિનાથી કામ ચાલી રહ્યું છે.

થાકીને સેનાએ ફરી નવાઝ તરફ જોવું પડ્યું
વિશ્વના મોટા ભાગના દેશોમાં સેના ચૂંટાયેલી સરકાર હેઠળ કામ કરે છે. જોકે પાકિસ્તાનમાં વિરુદ્ધ દિશામાં કામ થાય છે. અહીં સૈન્ય અને ISI સરકાર બનાવવા અને પાડવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સેનાના વિરોધને કારણે નવાઝને ખુરશી ગુમાવવી પડી હતી. ફેરફાર તરીકે ઈમરાનને લાવવામાં આવ્યા હતા. તેમને યુ ટર્ન અને પસંદ કરવામાં આવેલા વડાપ્રધાન કહેવાય છે. થાકીને સેનાએ ફરી નવાઝ તરફ જોવું પડ્યું.

હવે સંકેતોને સમજો. માત્ર ત્રણ મહિના પહેલાં નવાઝ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા લોકો સાથે વાત કરતા હતા. આ દરમિયાન સેના-ISIના અધિકારીઓનાં નામ લઈને તેઓ તેમની હરકતોનો પર્દાફાશ કરતા હતા. સેનાને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પ્રથમ- ઈમરાન દરેક મોરચે નિષ્ફળ રહ્યા. બીજું- નવાઝ સીધું નામ લઈને સેના પર હુમલો કરી રહ્યા હતા. દેશમાં સેના અને આઈએસઆઈને વિલન તરીકે જોવા લાગ્યા.

નવાઝ કેમ છેલ્લો વિકલ્પ છે
પાકિસ્તાનમાં માત્ર બે મોટા રાજકીય પક્ષો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP). હવે આ યાદીમાં તમે ઈમરાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને પણ ગણી શકાય, પરંતુ સત્ય એ છે કે ઈમરાનની પાર્ટીમાં 80% નેતાઓ એવા છે, જેઓ અગાઉ પીપીપી અથવા પીએમએલ-એનમાં રહી ચૂક્યા છે.

 • પીપીપીને માત્ર સિંધ પ્રાંતની પાર્ટી માનવામાં આવે છે. બાકીના રાજ્યોમાં એનો પ્રભાવ બહુ ઓછો છે. આસિફ અલી ઝરદારીમાં બેનઝીર ભુટ્ટો જેવો કરિશ્મા નથી કે તેમના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીમાં પણ નથી. આસિફ અલી ઝરદારીની ઉંમર 66 વર્ષ છે, પરંતુ તેઓ ખૂબ જ બીમાર છે. બિલાવલ દેશની રાજનીતિમાં શિખાઉ ગણાય છે, તેથી દેશને સંભાળવા માટે મિસફિટ્સ ગણવામાં આવે છે.
 • PML-Nના અધ્યક્ષ નવાઝ છે. ભાઈ શબબાઝ શરીફ અને પુત્રી મરિયમ નવાઝ બંને રાજકીય રીતે પરિપક્વ અને સક્રિય છે. ઈમરાન હવે સેનાની સામે ઘૂંટણિયે નહિ પડે. પાકિસ્તાનની સેના હોય કે રાજકારણ, બંનેમાં એક વાત સાફ છે કે એમાં 80થી 90% લોકો પંજાબના હોય છે. PML-N માત્ર પંજાબ જ નહીં, દેશના બીજા ભાગોમાં પણ મજબૂત છે. નવાઝ હજુ પણ પાકિસ્તાનના સૌથી પ્રખ્યાત નેતા છે.
 • બે ભાગમાં પરિવર્તનની શક્યતા
  નઝમ સેઠી મુજબ- પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બે ભાગમાં થશે. ઈમરાન ખાનને ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં સત્તા છોડી દેવા માટે મજબૂર કરી દેવામાં આવે એવી પણ શક્યતા છે. બાકીમાં સમય માટે PTIના જ કોઈ અન્ય ચહેરાને લાવવામાં આવે. તે વિદેશમંત્રી કુરાશી પણ હોઈ શકે છે. આવના વર્ષે ચૂંટણી યોજાવાની જ છે. ત્યાર બાજ નવાઝ, શહબાઝ કા મરિયમમાંથી કોઈને PM બનાવવામાં આવે. નવાઝનું નામ સૌથી આગળ છે. આ માટે વતન આવીને કેટલોક સમય જેલમાં વિતાવશે. સેના અને કાર્ટ મળીને તેમનો કેસ સમાપ્ત કરાવશે અને પછી સત્તામાં પાછા આવવાનો રસ્તો સાફ થઈ જશે.

  ઈમરાનને જોખમનો અંદાજ છે
  ગયા સપ્તાહમાં અંતમાં ઈમરાને કેબિનેટની બેઠક કરી હતી. આ બેઠકની વાતો બહાર આવી ગઈ હતી. બેઠકમાં ઈમરાને સ્પષ્ટ કહ્યું હતું કે એક ભ્રષ્ટાચારી નેતાને ચોથી વખત દેશના વઝીર-એ-આઝમ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

 • ઈમરાનની નિષ્ફળતાઓની યાદી લાંબી છે

  • સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અનુસાર, જૂન 2018માં બાહ્ય દેવું 95 અરબ ડોલર હતું, જે હવે 127 અરબ ડોલર છે.
  • ઈમરાને 39 મહિનામાં 35 અરબ ડોલરની લોન લીધી, આટલી લોન પહેલાં કોઈએ લીધી નથી.
  • 2018માં પાકિસ્તાની રૂપિયો ડોલર સામે 123 હતો, હવે એ 179 થઈ ગયો છે.
  • ઈમરાન ખાન કહે છે કે મોંઘવારી દર 9% છે, નિષ્ણાતો દાવો કરે છે કે એ 21%થી વધુ છે.
  • પાકિસ્તાન રાજદ્વારી મોરચે અલગ પડી ગયું હતું, હવે ચીન પણ ઈમરાન સરકારથી નારાજ છે.
  • IMF લોન આપવા તૈયાર નથી, પાકિસ્તાન-સાઉદી પણ FATF ગ્રે લિસ્ટમાં લોન આપવા તૈયાર નથી.