બૂસ્ટર ડોઝ મહત્વપૂર્ણ:ફાઈઝર વેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોના પર 95.6% ઈફેક્ટિવ, 10 હજાર લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો

બૂસ્ટર ડોઝ મહત્વપૂર્ણ:ફાઈઝર વેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોના પર 95.6% ઈફેક્ટિવ, 10 હજાર લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો

અમેરિકી ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ સંક્રમણથી 95.9% સુરક્ષા પ્રદાન કરે છે. કંપનીએ 16 વર્ષથી વધુની ઉંમરના 10 હજાર લોકો પર કરેલા ટ્રાયલના ડેટાને ગુરુવારે જાહેર કરવામાં આવ્યાં.

ફાઈઝર-બાયોએનટેકે કહ્યું કે જ્યારે ડેલ્ટા વેરિયન્ટ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, તે સમયે લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું. કંપનીના CEO અલ્બર્ટ બોર્લાએ કહ્યું કે ટ્રાયલના રિઝલ્ટથી માલૂમ પડે છે કે બૂસ્ટર શોટ લીધા બાદ સંક્રમણથી સારી રીતે સુરક્ષિત રહી શકાય છે.

ઘણા દેશોએ બૂસ્ટર ડોઝ લગાવવાના શરુ કર્યા
કંપનીએ કહ્યું કે ટ્રાયલનો શરુઆતનો ડેટા ટૂંક સમયમાં રેગુલેટરી એજન્સી સાથે શેર કરવામાં આવશે. જણાવી દઈએ કે દેશોએ પોતાના નાગરિકોની ઈમ્યુનીટી વધારવા માટે કોરોના વેક્સિનના બૂસ્ટર શોટ લગાવવાના શરુ કરી દીધા છે.

અમેરિકામાં બૂસ્ટર ડોઝ માટે ક્યો નિયમ
અમેરિકાની ફેડરલ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સપ્ટેમ્બરમાં જ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી આપી ચૂકી છે. જોકે, ત્યાં માત્ર 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર અને હાઈ રિસ્કવાળા લોકો પર જ બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

બાળકો પર કેટલી ઈફેક્ટિવ છે ફાઈઝરની વેક્સિન?
ફાઈઝરનો દાવો છે કે તેણે 12-15 વર્ષની ઉંમરના 2,260 બાળકો પર વેક્સિનના ટ્રાયલ્સ કર્યા હતાં. 31 માર્ચ 2021એ જાહેર કરેલા પરિણામો પ્રમાણે આ વેક્સિન આ વર્ષના જૂથ પર 100% ઈફેક્ટિવ સાબિત થઈ. તેનો અર્થ એ છે કે જેમણે વેક્સિન લગાવી, તેમાથી કોઈ પણ વાઈરસથી સંક્રમિત ન થયું.

ટ્રાયલ્સમાં 18 બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતાં, પરંતુ તે દરેક લોકો પ્લેસિબો ગ્રુપના હતાં. એના બાદ પણ ટ્રાયલ્સમાં સામેલ બાળકોની બે વર્ષ સુધી તપાસ કરવામાં આવશે, જેથી તેમના શરીર પર વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સની અસરને સમજી શકાય. કંપનીનું કહેવું છે કે બાળકોને ઝડપી સ્કૂલ મોકલવા જરૂરી છે. કેમકે તેઓ પોતાના મિત્રોને મળી શકે. મિત્રો અને પરિવાર સાથે ચિંતા વગર આઉટડોરમાં રમી શકે.