ભારતનો પાસપોર્ટ નબળો પડ્યો, 84મા ક્રમમાંથી 90મા ક્રમે ધકેલાયો, જાપાન-સિંગાપોરનો પાસપોર્ટ સૌથી મજબૂત, મહાસત્તા અમેરિકાનું તો નામ પણ નથી

ભારતનો પાસપોર્ટ નબળો પડ્યો, 84મા ક્રમમાંથી 90મા ક્રમે ધકેલાયો, જાપાન-સિંગાપોરનો પાસપોર્ટ સૌથી મજબૂત, મહાસત્તા અમેરિકાનું તો નામ પણ નથી

જાપાન અને સિંગાપુરના નાગરિકો વિઝા વગર 192 દેશમાં મુસાફરી કરી શકે છે

અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, પાકિસ્તાન, યમનનો પાસપોર્ટ સૌથી ઓછો પાવરફૂલ

તાજેતરમાં જ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં વિશ્વના મોસ્ટ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ભારતના પાસપોર્ટનું સ્થાન 90મુ છે. ઉલ્લેખનીય છે કે આ યાદીમાં ભારતનું સ્થાન અગાઉના સ્થાન કરતા છ ક્રમ પાછળ ગયું છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે ટોચના 5 સૌથી પાવરફુલ પાસપોર્ટમાં વિશ્વની મહાસત્તા ગણાતા એવા અમેરિકાના પાસપોર્ટનું નામ ક્યાંય નથી. જાપાન અને સિંગાપુરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જ્યારે પાકિસ્તાન અને ઉત્તર કોરિયા આ મામલામાં સૌથી નબળા છે.

જાપાના અને સિંગાપુરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી
એવા દેશોની પણ યાદી બહાર પાડવામાં આવી છે. જ્યા વિઝા વગર મુસાફરી કરી શકાય છે. બહાર પાડવામાં આવેલા ઈન્ડેક્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીંના પાસપોર્ટ હોલ્ડર વિઝા વગર 58 દેશોની મુસાફરી કરી શકે છે. જોકે રિપોર્ટ બહાર પાડતી વખતે કોવડિ-19નું ધ્યાન રાખવામાં આવ્યું નથી. વિશ્વના તમામ નાના-મોટા દેશોએ મહામારી રોકવા માટે ટ્રાવેલ પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે કેટલીક જગ્યાએ તેમાં રાહત અપાઈ રહી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં જાપાન અને સિંગાપુર સૌથી ઉપર છે, તેનો વિઝા-મુક્ત સ્કોર 192 છે.

આ દેશના વિઝા વગર 192 દેશની મુસાફરી કરી શકે છે
જાપાન અને સિંગાપુરના પાસપોર્ટ ધારકો વિઝા વગર 192 દેશોની મુસાફરી કરી શકે છે. અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, પાકિસ્તાન અને યમનનો પાસપોર્ટ સૌથી ઓછા શક્તિશાળી છે. રેન્કિંગ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન(IATA)ના ડેટા વિશ્લેષણ આધારિત છે. હેનલ એન્ડ પાર્ટનર્સનો વૈશ્વિક ગતિશીલતા રિપોર્ટ જણાવે છે કે દક્ષિણમાં ઘણા દેશો પોતાની અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે પ્રતિબંધોમાં ઢીલ મૂકી છે. જોકે ઉત્તરમાં આવું ખૂબ જ ઓછું થયું છે.

વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ
1. જાપાન, સિંગાપુર (સ્કોરઃ 192)
2. જર્મની, સાઉથ કોરિયા (સ્કોરઃ 190)
3. ફિનલેન્ડ, ઈટલી, લક્ઝમબર્ગ, સ્પેન (સ્કોરઃ 189)
4. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક (સ્કોરઃ 188)
5. ફ્રાન્સ, આયરલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વિડન (સ્કોરઃ 187)
6. બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ (સ્કોરઃ 186)
7. ચેક રિપબ્લિક, ગ્રીસ, માલ્ટા, નોર્વે, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ (સ્કોરઃ 185)
8. ઓસ્ટ્રેલિયા, કેનેડા (સ્કોરઃ184)
9. હગેરી (સ્કોરઃ 183)
10. લિથુઆનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા (સ્કોરઃ 182)

વિશ્વના 10 સૌથી નબળા પાસપોર્ટ
1. ઈરાન, લેબેનોન, શ્રીલંકા, સુદાન (સ્કોરઃ 41)
2. બાંગ્લાદેશ, કોશોવો, લિબિયા (સ્કોરઃ 40)
3. નોર્થ કોરિયા (સ્કોરઃ 39)
4. નેપાળ, પેલેસ્ટાઈન ટેરેટરિ (સ્કોરઃ 37)
5. સોમાલિયા (સ્કોરઃ 34)
6. યમન (સ્કોરઃ 33)
7. પાકિસ્તાન (સ્કોરઃ 31)
8. સિરિયા (સ્કોરઃ 29)
9. ઈરાક (સ્કોરઃ 28)
10. અફઘાનિસ્તાન (સ્કોરઃ 26)