અફઘાનિસ્તાનમાં ફેરફારો શરુ:અફઘાનિસ્તાનમાં નવી સરકારની સાથે-સાથે તાલિબાન રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ પણ બદલશે

અફઘાનિસ્તાનમાં ફેરફારો શરુ:અફઘાનિસ્તાનમાં નવી સરકારની સાથે-સાથે તાલિબાન રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ પણ બદલશે

અફઘાનિસ્તાનમાં કબ્જા બાદ તાલિબાન હવે નવી સત્તા રચવાની ખૂબ નજીક છે. અફઘાનિસ્તાનમાં નવી સત્તાની ઘોષણા સાથે તાલિબાન બીજી ઘણી બાબતો બદલાવાની છે. આમાં અફઘાનિસ્તાન માટે નવો ધ્વજ અને નવું રાષ્ટ્રગીત સામેલ છે. તાલિબાન અફઘાનિસ્તાનનો જૂનો ધ્વજ બદલશે અને રાષ્ટ્રગીત પણ નવું રહેશે.

એક મીડિયા અહેવાલો મુજબ તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુઝાહિદે સોમવારે મીડિયાને સંબોધિત કરતા સમયે કહ્યું કે સરકાર અફઘાનિસ્તાનના ધ્વજ અને રાષ્ટ્રગાન પર નિર્ણય કરશે. તેમણે કહ્યું કે તાલિબાન સરકાર સરકારી કર્મચારીઓને વેતન પણ આપશે. તે દરમિયાન, તાલિબાનના સહ-સંસ્થાપક મુલ્લા બરાદરને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના નેતાના સ્વરૂપે બતાવા જવાની ખબરો વચ્ચે, ઝબીઉલ્લાએ કહ્યું કે મુલ્લા હિબાતુલ્લાહ અખુંદઝાદા જીવીત છે અને ટૂંક સમયમાં જાહેરમાં આવશે.

આંતરીક વિવાદોમાં ફહીમ દશતીનું મોત
તાલિબાને સોમવારે કહ્યું હતું કે તેઓએ કાબુલની ઉત્તરે આવેલા પંજશીર પ્રાંત પર કબજો કર્યો છે. પંજશીર, તાલિબાન વિરોધી દળોનો છેલ્લો આધાર છે. પંજશીર ખીણમાં તાલિબાન સાથેની અથડામણમાં રાષ્ટ્રીય રેઝિસ્ટેન્સના પ્રવક્તા ફહીમ દશતીના મૃત્યુના અહેવાલો વચ્ચે તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કમાન્ડર ગુલ હૈદર અને જનરલ જિરાત વચ્ચેના આંતરિક વિવાદમાં તેઓ માર્યા ગયા હતા. અગાઉ એનઆરએફ અને તેના નેતા અહમદ મસૂદે ફહીમ દસ્તિનું નિધન થયું હોવાનું કબૂલ્યું હતું, જે પંજશીર પ્રતિકારના અગ્રણી ચહેરાઓમાંનો એક હતો.

પંજશીરના આઠ જિલ્લા તાલિબાનના નિયંત્રણમાં
ઝબીહુલ્લાહ મુજાહિદે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પંજશીર હવે તાલિબાન લડાકુઓના નિયંત્રણમાં છે. આ વિસ્તારના પ્રત્યક્ષદર્શીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હજારો તાલિબાન લડાકુઓએ રાતોરાત પંજશીરના આઠ જિલ્લાઓ પર કબજો કર્યો હતો. તાલિબાન વિરોધી લડવૈયાઓની આગેવાની ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમારુલા સાલેહ અને તાલિબાન વિરોધી અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદે કરી હતી. અમેરિકામાં 9/11ના હુમલાના થોડા દિવસો પહેલા અહમદ શાહ મસૂદ માર્યો ગયો હતો.